હળવદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, એક ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદના રાણેકપર ચોકડી પાસે આવેલા વિશ્વાસ આર્કેડ મોલમાં ‘ટ્રુ કેર લક્ઝુરિયસ સ્પા’માં બોડી મસાજની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પાના સંચાલક રોહિતજી દલસંગજી વાઘેલાને ઝડપી પાડી તેની સામે ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપી વિષ્ણુભાઈ પ્રતાપભાઈ ગોહરીયાને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા રોકડ રૂ. ૫,૦૦૦ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૩૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW