મોરબી: ત્રાજપરના મયુર સોસાયટીમાં ગભરાયેલી હાલતમાં એકલી બેઠેલી યુવતીની જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. યુવતી માતા દ્વારા થતી કથિત મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગઈ હોવાનું કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું હતું.
ઘટનાસ્થળે પહોંચેલી 181 અભયમની ટીમે યુવતીને સાંત્વના આપી કાઉન્સેલિંગ કર્યું અને તેના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. પરિવારને જરૂરી સમજણ અને માર્ગદર્શન આપ્યા બાદ યુવતીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. દીકરીને સલામત પરત મેળવતાં પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


