માળીયામિંયાણાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં આંખ તપાસણી કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે 260 વિદ્યાર્થીઓની તપાસ 47 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા અપાયા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ૧૬ ઓક્ટોબરના રોજ વિશ્વ દ્રષ્ટિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે સરકારી આંખની હોસ્પિટલ મોરબી દ્વારા શ્રી ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કેમ્પ યોજી વિદ્યાર્થીઓના આંખના સ્વાસ્થ્યની જાળવણી અને દ્રષ્ટિની ખામીઓનું સમયસર નિદાન થાય તે હેતુથી આંખ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં સરકારી આંખની હોસ્પિટલના ડૉ.જે.પી.કૈલા સુરેશભાઈ કાલરીયા અને શ્રુતિબેન કાવર દ્વારા કુલ 260 વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન 47 વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી જણાઈ આવતાં તેમના ચશ્માના યોગ્ય નંબરની તપાસ કરીને વિનામૂલ્યે ચશ્માં આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના જીવનમાં આંખોનું સ્વાસ્થ્ય અને સ્પષ્ટ દ્રષ્ટિ અભ્યાસ તથા સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે દ્રષ્ટિની ખામીનું સમયસર નિદાન થાય તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળે છે આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં આંખોની નિયમિત તપાસ અને આંખના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરી પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો આમ વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિત્તે યોજાયેલ આ કેમ્પ યોજી સ્વસ્થ દ્રષ્ટિ ઉજ્જવળ ભવિષ્યના સંદેશને સાર્થક કરતો અને વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યેની જવાબદારી નિભાવતો સેવાભાવી પ્રયાસ બની રહ્યો હતો આંખ વિના જીવન અંધકારમય છે જે આંખની રોશની આપણા જીવનમાં અજવાળું પાથરી જીવન આનંદમય બનાવે તેમ આંખની સાર સંભાળ રાખવી સૌની ફરજ છે તેવા સરાહનીય વિચાર અને નેતૃત્વ હેઠળ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શાળા પરીવાર દ્વારા ચિંતા કરીને આંખનો કેમ્પ રાખવામાં આવ્યો હતો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW