મહારાણી સાહેબના નિધનથી રાજવી પરિવાર સહિત સમગ્ર મોરબી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું
મોરબી : મોરબીવાસીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મોરબીના મહારાણી સાહેબ વિજયરાજ કુંવરબાનું ૯૭ વર્ષની જૈફ વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી મોરબીના રાજવી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહારાણી સાહેબ વિજયરાજ કુંવરબાનો પાર્થિવદેહ મુંબઈથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લાવવામાં આવશે અને ત્યાંથી આજે સાંજે મોરબી લાવવામાં આવશે.
મોરબીના રાજવી પરિવાર સાથે જોડાયેલા આ દુઃખદ સમાચારથી મોરબીવાસીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ૯૭ વર્ષની વયે મહારાણી સાહેબના અવસાનથી રાજવી પરિવાર માટે મોટી ખોટ પડી છે.
મોરબી ગૌરવ સમાચાર પરિવાર મહારાણી સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે અને રાજવી પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરે છે.


