નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબામાં ભાગ લેનાર યુવતીઓને 1,500થી વધુ લહાણીની ભેટોનું વિતરણ

Advertisement
Advertisement
Advertisement
Advertisement

સ્થાનિક ગામોમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન યુવતીઓને પ્રોત્સાહિત કરી સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવાનો પ્રયાસ

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા સામાજિક કલ્યાણની પ્રવૃત્તિના ભાગરૂપે ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર યુવતીઓને પરંપરાગત લહાણીની ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા મીઠાના કારખાનાની આસપાસનાં વિવિધ ગામોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,500થી વધુ ભેટસોગાદોનું વિતરણ કરી યુવતીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

નવરાત્રિ પર્વ દરમિયાન યુવતીઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવીને ભક્તિ, આનંદ અને ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી હતી. યુવતીઓની ઉત્સાહભરી ભાગીદારીને બિરદાવવા અને તેમના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે દેવ સોલ્ટ દ્વારા આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી.

દેવ સોલ્ટની આ પહેલ સ્થાનિક સમુદાય સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપરાંત વિસ્તારની સાંસ્કૃતિક પરંપરાઓ અને તહેવારોની ઉજવણીને પ્રોત્સાહન આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓના ભાગરૂપે કંપની દ્વારા સ્થાનિક લોકો સાથે જોડાઈને તહેવારોની ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ભેટ વિતરણ સમારોહમાં કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટની સહિત ભૂપતસિંહ જાડેજા, ડૉ. દિવ્યમ ધોકિયા, અનાદરામ, રમજાનભાઈ જેડા, સમત સાવસેતા અને અમિત સાવસેતા ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના અન્ય કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નાની બાળાઓ તથા યુવતીઓને ભેટોનું વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા.

આ રીતે દેવ સોલ્ટ દ્વારા નવરાત્રિના પવિત્ર પર્વને સામાજિક સહભાગિતા, સંસ્કૃતિના જતન અને ખુશીઓની વહેંચણી સાથે ઉજવીને સ્થાનિક સમુદાય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ એક વખત વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW