જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ લક્ષ્મીવાસ ગામે રાત્રિ સભા યોજીને ગ્રામજનોના પ્રશ્નો સંભાળ્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement

સ્થળ પર જ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા લક્ષ્મીવાસ ગામે યોજાયેલી રાત્રિ સભામાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને જિલ્લા કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી, સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના સમયસર અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રાત્રિ સભા દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેમજ સ્થાનિક સ્તરે પ્રજાના પ્રશ્નોનો અસરકારક ઉકેલ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ લક્ષ્મીવાસ ગામની મુલાકાત લઈ ગામમાં વિવિધ સ્થળોની તપાસણી કરી હતી. ગામની સ્થાનિક પરિસ્થિતિ અને સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW