મોરબી તાલુકાના તળાવીયા શનાળા નજીક બેલા તરફ જતા કાચા રસ્તે વોકળા પાસેથી મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી વિદેશી દારૂની 276 બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹1,94,460નો દારૂ, ₹2 લાખની ઇકો કાર અને ₹15 હજારનો મોબાઇલ મળી કુલ ₹4,09,460નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદરના ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાનો હડીયલની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિતના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



