મોરબી ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિપેડ ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે આયોજિત BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા અર્થે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી ખાતે આગમન થતાં હેલિપેડ પર ઉષ્માભર્યું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રફુલભાઈ પાનેસેરીયા પણ પધાર્યા હતા.

મુખ્યમંત્રીના મોરબી આગમન વખતે મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વ જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ દ્વારા તેમનું સાદર અભિવાદન કરાયું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW