મોરબી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના સદ્ગત ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને સાંત્વના મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના સદ્ગત ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને સાંત્વના મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

શોકગ્રસ્ત ભાલોડિયા પરિવારજનોને મળી સાંત્વના પાઠવી; સ્વ. પ્રવિણભાઈના ઉદ્યોગ અને સમાજસેવાના યોગદાનને બિરદાવ્યું

મોરબીના આંગણે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને હાજરી આપીને સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રવીણભાઈના પુત્ર નેવિલભાઈ ભાલોડીયા, હિમાંશુભાઈ ભાલોડીયા અને ભાઈ જયસુખભાઈ ભાલોડીયા સહિત શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે અર્થે સાંત્વના પાઠવી હતી. મોરબીના ઔદ્યોગિક વિકાસ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાએ આપેલા અમૂલ્ય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આદરપૂર્વક યાદ કર્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW