સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આશીર્વાદ હોટલ પાસેથી રાજકોટ રેન્જ ટીમે ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ચંડીગઢથી ભરીને લાવવામાં આવેલા ટ્રકમાંથી 17,304 વિદેશી દારૂની બોટલો, કિંમત રૂ. 75.41 લાખ મળી આવી હતી. પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ. 90,48,176નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં ટ્રક ચાલક અબ્બાસ હુસૈનભાઈ હિંગોરા (રહે. ઢેબર, તા. ભાણવડ)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે માલ મંગાવનાર ભોળા શામળા સહિત અન્ય છ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.



