રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દિન દયાલ અંત્યોદય યોજના(DAY -NULM અંતર્ગત મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ નું સંચાલન મોરબી મહાનગર પાલિકા ના માન, કમિશનર સંગીતા રૈયાણી (IAS) ના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન દ્વારા સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે,,
આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકો ને આશ્રય ઉપરાંત ભોજન ચા નાસ્તા , કપડાં , આશ્રિતો ના બાળકો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત મનોરંજન માટે બાલ વાટિકા, સરકારી યોજનાઓ ના લાભો,સહિત ની સગવડતાઓ તદૃન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે,ઉપરાંત, અહીંયા દરેક આશ્રિતો ઘર જેવું વાતાવરણ અનુભવી શકે તે માટે દરેક તહેવારો ની ધામધૂમ થી જાહેર ઉજવણી કરવામાં આવે છે, આશ્રય ગૃહ ના આશ્રિતો ના આરોગ્ય ની મહિના માં બે વખત નિયમિત ચકાસણી આરોગ્ય તંત્ર ની મદદ થી કરી, જરૂર મુજબ માર્ગદર્શન સાથે દવાઓ, તેમજ યોગ્ય આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ પૂરું આપવામાં આવે છે , આજરોજ તારીખ 18 નવેમ્બર 2026 ના રોજ આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પ માં જનરલ ચકાસણી ઉપરાંત બીપી, ડાયાબિટીસ સહિત ની બીમારી અંગે ટેસ્ટ કરીને જરૂરી સારવાર દવાઓ ની વ્યવસ્થા કરવામાં આવી હતી, દર પખવાડિયે આયોજિત આરોગ્ય ચકાસણી કેમ્પ દરમિયાન આશ્રય ગૃહ સંચાલક સંસ્થા ના ફરજ પર ના સ્ટાફ મેમ્બર્સ સતત હાજર રહી ને આશ્રિતો ની આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ની રજૂઆત અને વ્યવસ્થા જાળવવા આરોગ્ય કર્મચારીઓ અને આશ્રિતો વચે કડીરૂપ ભૂમિકા ભજવે છે, વધુ ગંભીર બીમારી ધરાવતા અથવા ઘનિષ્ઠ તપાસ અને સારવાર ની જરૂરિયાત ધરાવતા આશ્રિતો ને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં સંચાલક પ્રતિનિધિઓ સંપૂર્ણ મદદ કરે છે, અને દાખલ આશ્રિતો ના કિસ્સા માં નિયમિત ડોક્ટર ની મુલાકાત અને ફોલો અપ તેમજ સ્વયંસેવક ની ત્યાં આશ્રિત દરદી સાથે રહેવાની વ્યવસ્થા પણ કરી આપે છે, અને પૌષ્ટિક ખોરાક, પ્રવાહી , ફ્રુટ જેવી વ્યવસ્થા કરી આપે છે, આજરોજ આયોજિત આરોગ્ય ચકાસણી કેમ્પ માં કુલ 48 આશ્રિતો એ લાભ લીધો હતો,આશ્રય ગૃહ અંગે વધુ જાણકારી મેળવવા તથા જરૂરિયાતમંદ લોકો ને રેસ્ક્યૂ સંબંધિત જાણકારી માટે મો,9726501810 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે,







