મોરબીમાં ૨૧ અને ૨૨ નવેમ્બરે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તેવા હેતુથી શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત તથા શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા પ્રેરિત કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દ્વારા કેન્સરના દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પ તા. ૨૧ નવેમ્બર, શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે અને તા. ૨૨ નવેમ્બર, રવિવારના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે.

કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ અગાઉથી ડિસ્પેન્સરીના મેનેજરનો સંપર્ક કરી નામ નોંધાવવાનું રહેશે. દર્દીઓને તપાસ કરાવવા આવતી વખતે પોતાના અગાઉના મેડિકલ રિપોર્ટ અને કેસ પેપર્સ સાથે લાવવા અપીલ કરવામાં આવી છે.

સ્થળ: શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ, નવાપરા રોડ, મોરબી.

આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW