મોરબી SOG ટીમે બાતમીના આધારે હળવદ નજીક મોરબી ચોકડી પાસે નવા બની રહેલા શોપિંગ સેન્ટરની આસપાસ દરોડો પાડી દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસે રિન્કુ હરીસિંહ બઘેલ (રહે. રૂદ્ર-2 સોસાયટી, સરા રોડ, હળવદ, મૂળ મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 5,000ની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્ટલ કબજે કરી હતી.
આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)A તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.







