જામનગરમાં ચોરાઉ અને શંકાસ્પદ પાનમસાલા, તમાકુ તથા સિગારેટના જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જામનગરના જોલીબંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી વિવિધ બ્રાન્ડના પાનમસાલા, તમાકુ અને સિગારેટનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા ચારેય ઇસમો પાસે માલના બિલ કે આધાર પુરાવા માંગતા સંતોષકારક ખુલાસો ન થતાં પોલીસે કુલ રૂ.15,41,400નો મુદ્દામાલ શકપડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.

પકડાયેલા ઇસમોના નામ:
૧)આમદ ગનીભાઈ મેમણ, રહે. લીંડી બજાર, જામનગર.
૨)કાદર ગનીભાઈ ફુલવાડી, રહે. લીંડી બજાર, જામનગર.
૩)મુકેશ પ્રભુલાલ જેસાણી, રહે. જામનગર.
૪)દીપક રમણીકભાઈ સોનછાત્રા, રહે. પટેલ કોલોની, જામનગર.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કબજે કરેલો મુદ્દામાલ સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW