મેયર ઉત્તમ સુરાણીની રાત્રે ૨ વાગ્યે સરપ્રાઈઝ વિઝિટ! નવા બસ સ્ટેન્ડ પાસે ટુ-લેયર રોડના કામનું કર્યું નિરીક્ષણ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાગત વિકાસને વધુ વેગ આપવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે નવા બસ સ્ટેન્ડ પાસે ચાલી રહેલા ટુ-લેયર રોડના કામનું આજે રાત્રિના ૨:૦૦ વાગ્યે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીએ સ્થળ પર રૂબરૂ જઈ નિરીક્ષણ કર્યું હતું.

મેયરશ્રીએ રાત્રિના મોડા સમયે પણ સ્થળ પર પહોંચી રોડની કામગીરી અને કામની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન રોડનું કામ ખૂબ જ સારી ગુણવત્તા સાથે થતું હોવાનું જણાયું હતું. તેમણે કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને ગુણવત્તા જાળવી રાખીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW