વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમ માથી ઇગ્લીશ દારૂ બિયર નો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ ને મળેલ હકીકતન આધારે ઠીકરીયાળા ગામની સીમમા અજીતભાઈ રામકુભાઈ ખાચર રહે.ઠેકરીયાળા તા.વાંકાનેર જી.મોરબી વાળાની કબ્જા ભોગવટા વાળી વાડીમા ઘોડાને રાખાવા માટે બનાવેલ તબેલામાં આવેલ ગમાણમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાડની કાચની કંપની શીલપેક નાની મોટી બોટલો નંગ-૪૯ તથા બીયરના ટીન નંગ- ૨૪ મળી કુલ કિ રૂ.૪૫,૬૪૫/- નો મુદ્દામાલ પકડી પાડી તેમજ આરોપી હાજર નહી મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ છે.તેમજ અરોપીને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરેલ છે
આરોપીઓના નામ
(૧) અજીતભાઈ રામકુભાઈ ખાચર રહે.ઠેકરીયાળા તા.વાંકાનેર જી.મોરબી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૨ કી.રૂ.૧૫૬૦૦/-
(૨) મેક ડોલ્સ નંબર-૧ ડીલક્ષક વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલની બોટલ નંગ-૧૪ કી.રુ. ૧૬૮૦૦/-
(૩) મેજીક મુવમેન્ટ ગ્રીન એપલ ફ્લેવર સુપીરીયર વોડકા ૩૭૫ એમ.એલની. બોટલ નંગ-૦૮ કી.રૂ.૪૮૦૦/-
(૪) ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ એમ.એલેની બોટલ નંગ-૧૫ કી.રૂ.૪૧૨૫/-
(૫) કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમાયમ બીયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ ૨૪ કિ રૂ.૪૩૨૦/-
કુલ મુદામાલ કી.રૂ. ૪૫૬૪૫/-