Thursday, May 15, 2025

મહેન્દ્રનગર ગામે પડતી મુશ્કેલીઓ ના કામોનું નિવારણ માટે કમિશ્નર ને રજૂઆત કરતા જિલા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જિલા પંચાયત ના સદસ્ય જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીને સરકાર દ્રારા મહાનગરપાલીકા જાહેર કરવાનું જાહેરનામું પ્રસીધ્ધ થતા મોરબી નજીકનું મહેન્દ્રનગર મનો પણ મોરબી મહાનગર પાલીકા હદ વિસ્તારમાં સમાવેશ થયેલ છે પરંતુ તેમ છતાં ગામમાં/વિસ્તારમાં કેટલીક મુશ્કેલીઓ થતી હોય જેમ કે
(૧) મહેન્દ્રનગર મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રાધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ત્યા જે ભુર્ગભ ગટર હતી જે કાઢી નાખેલ છે જેના કારણોસર ગટરનું ગંદુ પાણી રોડની બહાર આવે છે અને ખુબજ ગંદકી થાય જેથી આ રસ્તા પર તાત્કાલીક ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવે.
(૨) મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવેલ છે તે સોસાયટીથી અંદાજે ત્રણ ફુટ ઉંચો છે જેથી વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થયેલ છે જેના કારણે વરસાદનુ પાણી નજીકની સોસાયટીમાં આવી જાય છે અને નુકસાની તો થાય જ છે પરંતુ સોસાયટીમાં અંદર આવવા જવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે જેથી વરસાદી પાણીનો નિકાલ કરવમા આવે.
(૩) મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવાથી પાણીને લાઈનો તુટી ગયેલ છે જેના કારણે લાઇનમાં આવતુ પાણી ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે અને તે પણ અનીયમીત છે તો પાણીની લાઇન રીપેરીંગ કરવા અને પાણી સમયસર અને સારૂ મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW