મોરબીના પત્રકારનુ લાઈસન્સ રદ્ કરી દેવાની ધમકી આપનાર મહાશયનું મહાનગરપાલિકાએ બિલ્ડીંગ સીલ કરી દીધું ખળભળાટ
સનાતન ગ્રામ રચીને ગેરકાયદેસર બાંધકામો ખડકી દેનાર શખ્સ સામે મહાનગરપાલિકાની લાલઆંખ બિલ્ડીંગ સીલ કરી દેવાતા ખળભળાટ મચી ગયો
ગરીબ ની ઝૂંપડી ઉજાળવા ની વાતો કરતા પહેલા આપણો શીશ મહેલ કેવી રીતે બન્યો છે? તે જોવું જોઈએ!
મોરબીના સ.શનાળા ગામ નજીક સનાતન ગ્રામ નામથી એપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે અને શનાળા ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી લઈને 8 બ્લોકમાં 64 ફ્લેટનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું! જેના વિરુધ અનેક ફરિયાદો મળ્યા બાદ મોરબી મહાપાલિકાની ટીપી શાખાએ ત્યાં બની રહેલા એપાર્ટમેન્ટ સહિતની આખી પ્રોપર્ટીને સિલ કરી દેતા સેવા ના નામે દંભ કરતા ની શેખી ફાવી નો હતી! અને આખરે મહા.પાલિકા ની ટીમે એપાર્ટમેન્ટ ને સીલ કર્યા છે