મોરબી પોલીસ ને ખાનગી બાતમી મળતા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-21-GD-0930 વાળી રોડ ઉપર ઉભેલ છે. જે ટ્રેઇલરમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ભરેલ છે તેવી બાતમી મળેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાંથી બિયરનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે
> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧. રાજેન્દ્ર કાનારામભાઇ બાંગળા / ઉવ-૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે.બીટન તા.મેડતા જી.નાગોર (રાજસ્થાન)
> પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
માલ મંગાવનાર:- તથા તપાસમાં ખુલ્લે તે તમામ
> પકડાયેલ મુદામાલની વિગત
(૧) ટ્રક ટ્રેઇલર નંબર-RJ-21-GD-0930 વાળી કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/-
(૨) બિયર ટીન નંગ-૧૧૨ કિ.રૂ.૧૨૯૯૨/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૦,૧૭,૯૯૨/- મુદામાલ કબજે કરેલ છે.
આરોપીની દારૂ ઘુસાડવા અંગેની ખાસ પધ્ધતિ
તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ ધ્વારા ગે.કા. ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાની ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં બિયરનો જથ્થો સંતાડી રાજસ્થાન રાજયમાંથી ભરી લાવી ગુજરાતમાં ઘુસાડેલ છે.