મોરબી LCB પોલીસ ને મળેલ બાતમી આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ ઉપરથી એક શંકાસ્પદ મો.સા. સાથે પકડેલ જે મળી આવેલ મો.સા.ના મુળ માલીક બાબતે પોકેટ કોપ એપ્લીકેશન તથા મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા રજી.નં. GJ03JB 9463 ના હોય જેના માલીક તરીકે જયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે. મોટાઉમવડા તા.ગોંડલ જી. રાજકોટવાળાનુ જણાયેલ જેથી મજકુર પાસે મોટર સાયકલ ના આધાર, પુરાવા તથા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા હોય તેમજ આ મો.સા. બાબતે રેકર્ડ આધારીત ખરાઇ કરતા ગોડલ સીટી બી. ડીવી પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી આ બાબતે આગળની કાર્યવાહિ કરવા મજકુરને મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ ઇસમનું નામ સરનામુ:-
(૧) અજયભાઇ સુરાભાઇ વાઘેલા જાતે ઉ.વ.૨૯ ધંધો મજુરી રહે. હાલ કુડલા તા. ચુડા. જી. સુરેન્દ્રનગર મુળ રહે.ગઢડા તા.બોટાદ જી.બોટાદ
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) હિરો સ્પેલન્ડર પ્લસ GJ03/B 9463 મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
– ડીટેક્ટ કરેલ ગુન્હાની વિગત
(૧) ગોડલ સીટી બી.ડીવી પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.ન.૧૧૨૧૩૦૯૪૨૫૦૩૬૮/૨૫ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબ
પકડવાના બાકી આરોપીના નામ સરનામા
(૧) વિપુલભાઇ છગનભાઇ સાંઢમીયા રહે. ધેલાસોમનાથ તા.જશદણ જી. રાજકોટ