મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કેબલ ચોરી કરનાર ઝડપાયા
વધુ એક ચોરીને અંજામ આપે તે પહેલાં મોરબી બી ડિવિઝન પોલીસે અન્ય ચોરી નો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો
મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે ચોરી કરનાર ઇસમને પકડી પાડતી મોરબી બી ડિવિજન પોલીસ
મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.એ. વસાવાની ટીમ ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ.ઓ.એફ.સી કેબલ ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝર ચોરી થયેલ જે ચોરી કરનાર ઇસમ અન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા આવનાર છે અને તે વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી – ૨ માં આવનાર છે જે હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફ મહારાણા સર્કલ પાસે વોચ તપાસમા રહેતા મહારાણા સર્કલ પાસેથી આરોપીને પકડી પાડેલ તેમજ તેને જે ચોર મુદ્દામાલ આપેલ ઇસમને પણ પકડેલ હોય તેઓ બંન્નેનાવિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ
> પકડાયેલ ઇસમનુ નામ
(૧) દિનેશ નંદુભાઇ માવી ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે,હાલ ભુમી ટાવર સામે ઝુપડામા વાવડી ગામ તા.જી.મોરબી મૂળ રહે,ગામ નાના કોટડા પો.સ્ટ.કોતવાલી તા.જી.જામવા મધ્યપ્રદેશ
(૨) રજાકભાઇ લતીફભાઇ કચ્છી ઉ.વ.૬૨ ધંધો.ભંગાર લે-વેચ રહે,કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી.
> કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ
(૧) એન.એફ.એસ.ઓ.એફ.સી વાયર (કેબલ) ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝરનુ વેચાણ કરેલના કુલ રોકડ રૂપીયા ૧૬,૦૦૦/- કબ્જે કરેલ છે તે.