Wednesday, May 21, 2025

નીલકંઠ વિદ્યાલય તેમજ ઇન્ડિયન લાયૉનેસ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂર વિષય હેઠળ ચિત્ર સ્પર્ધા તેમજ લૅખીત ક્વીઝ સ્પર્ધાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

હાલની પરિસ્થિતિમાં સમગ્ર ભારત દેશને ગૌરવ આપતા મિશન ઓપરેશન સિંદૂર વિષય પર ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન નીલકંઠ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલ છે…
*ચિત્ર સ્પર્ધામાં ઓપરેશન સિંદૂર થીમ પર કોઈ પણ ચિત્ર દોરવાનું રહેશે.આ માટે જરૂરી ડ્રોઈંગ સીટ સ્પર્ધા સ્થળ પર આપવામાં આવશે . કલર તેમજ બીજી જરૂરિયાતની વસ્તુઓ વિદ્યાર્થીએ ઘેર થી લાવવાની રહેશે.*
આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદુર ને સફળ બનાવવા માટે આપણી ભારતીય સેનાનો અપ્રતિમ સાહસ જવાબદાર છે. આ માટે બાળકોમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમની ત્રણેય પાંખો ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ તેમજ ઇન્ડિયન નેવી વિષય ને લગતી માહિતીઓનું જ્ઞાન વધે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભક્તિને ઉજાગર કરતા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી પ્રશ્નોત્તરની લેખિત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર ભારતીય ડિફેન્સ સિસ્ટમ તેમજ ઓપરેશન સિંદૂર ને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. આ માટેની જરૂરી માહિતી બાળકો google પરથી મેળવી શકશે.
*નીલકંઠ વિદ્યાલયના સંચાલક તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ વતી બાળકોને આ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. સ્પર્ધામાં વિજેતા બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે.તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધાકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.*
ઉપરોક્ત બંને સ્પર્ધામાંથી વિદ્યાર્થી કોઈપણ એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ધોરણ 5 ‌‌થી 10 ના કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન કરવામા આવશે.
*તારીખ – 24/05/25 (શનિવાર)*
*સમય- સવારે 9 થી 12*
*સ્થળ- નીલકંઠ વિદ્યાલય*
*રવાપર રોડ – મોરબી*

સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચેના નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
*9512295951 & 9512295952*

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW