કચ્છ તરફથી રાજસ્થાનના શખ્સો દારૂ ઘુસેડી રેલમછેલ કરે તે પહેલાં જ મોરબી પોલીસે દારૂ સાથે આરોપીને ઝડપી લીધો
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ-12-DA- 8716 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રવિરાજ ચોકડી બાજુથી નિકળી રાજકોટ તરફ જનાર છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી ફોર વ્હીલ કારની વોચમાં કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ – ૪૩૨ કી.રૂ. ૨,૯૪,૯૪૮/-નો મુદામાલ તથા ક્રેટા કાર કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૨,૯૯,૯૪૮/- ના મુદામાલ સાથે એક આરોપી રામારામ મેઘારામ તરડ (ઉ.વ.૨૪) રહે. ડુંગરી ગામ તા. સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળા ને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ટીંકુભાઇ રહે. ગાંધીધામવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.