Sunday, February 2, 2025

માળિયા તાલુકાના જશાપર ગામે ડીઝલ ચોરી કરતા એક શખ્સ ને ઝડપી લેતી પોલીસ

Advertisement

વેચાણ કરવાના ઈરાદાથી ગેરકાયદેસર રીતે લાઈટ ડીઝલ કાઢતા એક શખ્સને ૨૫,૬૪,૬૦૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જશાપર ગામની ખરાવાડમા આરોપી સાગરભાઈ માવજીભાઈ ડાંગર (ઉ.વ.૨૪) રહે. જશાપર ગામ તા. માળીયા (મી). વાળા એ પોતાના અંગત ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલ ટેંકર ઉપર લગાવેલ લોક ખોલી ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો વેંચાણ કરવાના ઇરાદે કેરબામાં કાઢી વિશ્વાસઘાત કરી ગેરકાયદેસર ડીંઝલનો જથ્થો કાઢતા ટાટા કંપનીનુ ૩૧૧૮ મોડલનુ કંપનીનુ ટેન્કર નં.GJ-12-BT-8381 કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલ આશરે ૨૪,૦૦૦/- લીટર કિં.રૂ.૧૫,૬૦,૦૦૦/- તથા ટેંકર માંથી કાઢેલ લાઇટ ડીઝલ ઓઇલ આશરે ૪૦ લીટર કી.રૂ.૨૬૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦/-મળી કૂલ રૂ.૨૫,૬૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ- ૪૦૭,૪૧૧, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW