Friday, May 23, 2025

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કલેક્ટરએ નવા અને પ્રગતિના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે કરવા અધિકારીઓને સૂચના આપી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

તાલુકાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
છેલ્લા બે વર્ષના વિકાસ કામોની સમીક્ષા કરાઈ

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર કરવા યોજાયેલી આ બેઠકમા તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલિકાઓ આપેલ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ તકે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના કામોની સમીક્ષા કરાઈ હતી. સાંસદશ્રીની જોગવાઈ હેઠળના ૧૪૧ કામો પૈકીના પૂર્ણ થયેલા અને પ્રગતિના કામોની સમીક્ષા કરાઈ હતી. કલેકટર કે. બી. ઝવેરીએ પ્રગતિ હેઠળના તથા પૂર્ણ થયેલા વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. નવા અને પ્રગતિના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW