મોરબી રાજકોટ હાઇવે પર સનસનીખેજ ૯૦ લાખની લુંટને અંજામ આપી ફરાર થનારા લુંટારાઓને મદદરૂપ બનનાર દિગ્વિજય પટેલ અંતે પોલીસની જાળમાં ફસાયો
ગઇ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં-GJ-03-NK-3502 વાળીમાં લઇને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03-NK-3502 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૪૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨),૩૨૪(૪) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ તા.૨૧/૦૫/૨૦૨૫ ના ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
ઉપરોકત ગુનાના કામે નાકાબંધી દરમ્યાન આરોપી (૧) અભિભાઈ લાલાભાઇ અલગોતર (૨) અભીજીતભાઇ ભાવેશભાઇ ભાર્ગવ રહે. બન્ને ભાવનગર વાળાઓ પાસેથી રોકડા રૂપીયા-૭૨,૫૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૫, બલેનો કાર નંબર- GJ-04-EP-7878 ની કી.રૂ. ૫,૦૦,૦૦૦/-, પોલો કાર નંબર-GJ-01-RE-7578 ધાડમાં લુટાયેલ ડોક્યુમેન્ટની બેગ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮૧,૫૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરી અટક કરવામાં આવેલ હતા. જે બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન સહ આરોપી તરીકે હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા તથા નિકુલભાઇ કાનાભાઇ અલગોતર તથા દર્શીલ ભરવાડ, કાનો આહીર વિગેરે નામ ખુલવા પામેલ હતા.જે બન્ને આરોપીઓના દિન-૭ ના રીમાન્ડ મેળવી આરોપીની પુછપરછ દરમ્યાન મુખ્ય આરોપી હીતેષ ચાવડા અન્ય સહ આરોપી અલ્પેશ રહે. સુરત વાળા સાથે સંપર્કમાં રહી લુંટનો પ્લાન ઘડી અલ્પેશના કહેવાથી ટંકારા તાલુકાના લતીપર રોડ, જબલપુર ગામના પાટીયા નજીક આવેલ બાલાજી કોઇર પ્રોડકટ નામના કારખાનુ સંચાલન કરનાર દિગ્વીજય પટેલનો સંપર્ક કરી બાલાજી પ્રોડકટ કારખાને તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ આવી અન્ય આરોપીઓને બોલાવી લુંટ/ધાડનો પ્લાન બનાવી તમામ આરોપીઓને એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડી રાજકોટ થી મોરબી આવતી આંગડીયા પેઢીની કારની રેકકી કરવા દિગ્વીજય પટેલને રાજકોટ બેડી ચોકડી પાસે અગાઉથી મોકલી રોકડા રૂપીયા ભરેલ કાર બેડી ચોકડીએ પાસ થયેલ ત્યારે દિગ્વીજય પટેલે તે અંગેની માહીતી અલ્પેશને આપી અલ્પેશએ લુંટ/ધાડ કરવા અગાઉથી છતર ગામ નજીક ઉભેલ આરોપીઓને તે અંગે માહીતી આપી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ/ધાડના ગુનામાં આરોપીઓને પોતાના કારખાને રહેવા, જમવા, તેમજ લુંટ સમયે ફરીયાદીની કારની રેકી કરી તમામ સગવડો કરી આપી આરોપીઓ સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી મદદગારી કરેલ હોય જે ગુનામાં બાલાજી પ્રોડકટ કારખાનાનું સંચાલન કરનાર દિગ્વીજયભાઇ અમરશીભાઇ ઢેઢી (પટેલ) ઉ.વ. ૩૨ રહે.લગધીરગઢ તા.ટંકારા
જી.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ હોય. વધુ તપાસ પોલીસ દ્વારા ચાલવામાં આવી રહી છે
કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ: વાંકાનેર dysp સમીર સારડા, એલસીબી પીઆઇ મયંક પંડ્યા, ટંકારા પીઆઈ કે એમ છાસીયા