મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ૭૫ પશુધન ને પકડી ગૌશાળામાં મુકાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૨૧/૦૫/૨૦૨૫ થી ૨૭/૦૫/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૭૫ પશુ પકડવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગળ ભુવન ચોક, શનાળા રોડ, રવિ પેલેસ, સોમનાથ પેલેસ તથા સામાકાંઠે જેવા વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ. તથા પકડેલ પશુ પૈકી ૨ પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રૂ. ૮૦૦૦/- વસુલ કરી પશુને છોડવામાં આવેલ.

આ ઉપરાંત મોરબી મહાનારપાલિકા દ્વારા ઘાસ વેચાણ કરતાં ૧૧ વેપારીને તથા ૩ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW