મોરબીના નવલખી રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 120 બોટલ LCB એ ઝડપી લીધી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી નવલખી રોડ નિલકંઠ રેસીડેન્સીમાં આવેલ રહેણાક મકાનમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલોનંગ-૧૨૦ કિ.રૂ.૧,૫૬, ૦૦૦/-નો ઇંગલીશ દારૂનો જથ્થો મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે આરોપી મોરબી નવલખી રોડ નિલકંઠ રેસીડેન્સીમાં આવેલ રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી નવલખી રોડ નિલકંઠ રેસીડેન્સીમાં મકાન નં -બી/૫૬ માં રહેતા આરોપી હિતેશભાઇ ગોવિંદભાઇ ડાભીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨૦ ૧,૫૬,૦૦૦ નો મુદ્દામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW