મોરબીના પીપળી ગામ પાસે ઈંટના ભઠ્ઠાની ઓરડી માંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં કેરામીક કારખાના સામે સવજીભાઇ વાલજીભાઇ સોલંકી વાળાના ઇંટના ભઠ્ઠાની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૭૯ કિં રૂ. ૧,૫૬,૮૭૬ નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી પીપળી ગામની સીમમાં કેરામીકા કારખાના સામે સવજીભાઇ વાલજીભાઇ સોલંકી રહે મોરબી વાળા ના ઇંટાના ભઠ્ઠાની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરી સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૫૭૯ કિં રૂ.‌૧,૫૬,૮૭૬ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા નાઓ ચલાવી રહે છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW