મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ગાંધીનગરથી પરત ફરી તાત્કાલિક બોલાવી મીટીંગ કલેકટર અને કમિશનર સાથે‌ કરી ચર્ચા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શહેરના તમામ હોદ્દેદારોની બેઠક બોલાવીને વોર્ડ વાઈઝ કાર્યકર્તાઓની નિમણૂંક કરવા મીટીંગનુ કરાયું આયોજન

મોરબી શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે વરસાદને કારણે લોકોને જે સમસ્યા થઇ રહી છે તે સમસ્યા ના નિરાકરણ માટે મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરની સમસ્યા ઉકેલવા ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના સચિવ સાથે મળી શહેરની સમસ્યા મુદે રજૂઆત કરી અને લોકોની સમસ્યા નો અંત લાવવા તાત્કાલિક એક્શન લેવા સુચના આપી હતી આ ઉપરાંત આજે ગાંધીનગરથી પરત ફર્યા બાદ મોરબી જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નર સાથે બેઠક કરી હતી શહેરમાં વરસાદ ના લીધે રસ્તા ઝડપ થી રીપેર થાય અને શહેર નું સુચારૂ આયોજન થાય તે માટે સૂચના આપવામાં આવી હતી

મોરબી શહેરના સંચાલન અને પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને મોરબી શહેર ના આયોજનબદ્ધ અને જવાબદાર કામગીરી અમલમાં મૂકવા માટેની દિશાએ કાર્ય કરવા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી લોકોની સમસ્યા હલ કરવા તેમના તરફથી જરૂરી મદદ કરવા કાર્યકરો અને હોદેદારો ને પણ સુચના આપી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW