મોરબી જિલ્લા ના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા ના માર્ગદર્શન મુજબ આજરોજ વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર ના લોકો ને સરળતા થી નાણાકીય સહાય મળે અને એક જ જગ્યા એ સરકારી સહાય ની માહિતી મળી શકે તે બાબતે નું લોક ઉપયોગી આયોજન કરવામાં આવેલ.
જેમાં વાંકાનેર સીટી પો. ઈન્સ. કે.એમ. છાસીયા સા.તથા પો.ઈન્સ. વી.પી.ગોલ સા. પો.સ.ઇ. વી.આર.સોનાર તથા પો.સ.ઇ.એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ તેમજ વેપારી આગેવાન. શ્રી અમિતસિંહ રાણા તથા શ્રી પ્રગનેશભાઈ પટેલ જસદણ સિરામિક તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના શ્રી નીલેશભાઈ રાઠોડ તેમજ વાંકાનેર તાલુકા ની સરકારી,ખાનગી અને સહકારી બેંક ના અધિકારી તથા કર્મચારી તેઓના હેલ્પ ડેસ્ક ઉપર લોન ના સાહિત્ય સાથે હાજર રહેલ હતા.
આમ,વ્યાજખોરોના વિષચક્રથી બચવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો
નાગરિકોને ઓછા વ્યાજે બેંકની લોન મળી રહે તે માટે લોન મેળા કેમ્પનું આયોજન
લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી નેશનલાઈઝ્ડ બેંકથી માંડીને કો-ઓ. બેંકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા
જેમાં શહેરની રાષ્ટ્રીયકૃત અને કો-ઓપરેટીવ બેંકના પ્રતિનિધિઓની હાજરીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેઓને લોન મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે – સાથે પર્સનલ લોનથી માંડીને વેપાર – ધંધા માટેની લોન મેળવવા માટે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આજે યોજાયેલા કેમ્પમાં પ્રધાનમંત્રી સ્વનિધી લોન, પર્સનલ લોન, કિસાન સાથી યોજના લોન, મુદ્રા લોન, મહાનગર પાલિકાના કર્મચારીઓ માટે એકસપ્રેસ ક્રેડિટ સહિતની યોજનાઓની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.