લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે રાશન કીટ વિતરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નવા વર્ષની ક્લબ ટીમ દ્વારા સુકાન સંભાળ્યા બાદ આ વર્ષે પણ એટલે કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે *ગંગા સ્વરૂપ બહેનો માટે રાશન કીટ વિતરણ પ્રોજેક્ટ* ચાલુ રાખવાનો નિર્ણય નવા પ્રમુખ દિનેશભાઈ વિડ્જા અને સમગ્ર ટીમ દ્વારા લેવામાં આવ્યો.

દરબાર ગઢ , રામ મંદિર ખાતે દર મહીનાના છેલ્લા રવિવારે ૧૫૦ જેટલા ગંગા સ્વરૂપ બહેનો ને ૧ માસ ચાલે તેવી રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. જેમાં સર્વ જ્ઞાતિના લાભાર્થીઓને ક્લબ દ્વારા એક નાનકડી મદદ કરવાંમાં આવે છે.

આ પ્રોજેક્ટની શરૂઆત ચંદ્રકાંતભાઈ દફ્તરીની પ્રેરણાથી કરવામાં આવી હતી જ્યારે આજે ૫ વર્ષ પછી પણ ક્લબ દ્વારા અવિરત પણે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.

દર મહિને કીટ KB બેકરી ની જગ્યા એ કુતુબભાઈ ગોરૈયા, વિરેન્દ્રભાઈ પાટડિયા, તુષારભાઈ દફતરી ના માર્ગદર્શનમાં તૈયાર થાય છે જ્યારે ક્લબ મેમ્બરો પ્રોજેક્ટ ના દિવસે હાજરી આપી આ પ્રોજેક્ટ ને સફળતા પૂર્વક પાર પાડે છે.

આ ઉપરાંત પણ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ક્લબ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવે છે તો આવા સામાજિક કાર્યમાં જોડાવા ઇચ્છતા લોકો પ્રમુખ નો સંપર્ક કરી શકે છે.

પ્રમુખ : દિનેશભાઈ વિડજા (25-26)
મો : 9925726974

સેક્રેટરી : પિયુષભાઈ સાનજા (25-26)
મો: 9909972242

Lions Club Of Morbi Nazarbaug
હેલ્પલાઇન : 83482 12345

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW