રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત આંબેડકર ઉપનગરની રોહીદાસ વસ્તીમાં સેવા દિનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી લલીતભાઈ ભાલોડીયા, રણછોડભાઈ કુંડારિયા તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુથી શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે શિક્ષણ કેન્દ્રમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળ વાર્તાઓ, સર્જનાત્મક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.