(અહેવાલ મયંક દેવમુરારી)
દિલ્લી સંસદભવન ખાતે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમન સાથે કરી ચર્ચા પરસોત્તમ રૂપાલાની હાજરી
મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા જીએસટીમાં ઘટાડાની માંગને લઈને દિલ્હી સંસદભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં સંસદભવન દિલ્હી ખાતે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમનને મળીને જીએસટીમાં ઘટાડો કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી આ તકે પરસોત્તમ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં સીરામીક એસોસિએશનના પ્રમુખ સહીતનાઓની નાણામંત્રી સાથે ચર્ચા થઈ હતી જેમા ટાઇલ્સના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટીમાંથી ૫ ટકા ઘટાડી રાહત આપવાની માંગ કરી હતી અને આ અંગે સીરામીક ઉધોગો વતી પરસોત્તમ રુપાલાએ નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમનને જીએસટી બાબતે ઉંડાણપુર્વક ચર્ચા કરીને રજુઆત કરી હતી હાલમાં સીરામીક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે તે બાબતે ધારદાર રજુઆત કરી હતી જેમાં નાણામંત્રી દ્રારા હકારાત્મક અભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને ત્વરીત સુચના આપી હાજર રહેલા સુખદેવકાકા અને શામજીકાકાએ પણ સીરામીક ક્ષેત્રેના પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર વિશ્વમાં સીરામીક ટાઈલ્સ બનાવવામાં ચાઈનાને ટક્કર આપતા મોરબી સીરામીક ઉધોગને હાલ મંદીના માર વચ્ચેથી પસાર થવું પડી રહ્યુ છે જેથી સરકાર જીએસટી દરમાં પાંચ ટકા જેટલી રાહત આપે તો ઉધોગ ફરી ધમધમતો થાય અને ચાઈનાને ટક્કર આપવા મોરબી સીરામીક ઉધોગ બેઠો થાય તેવી આશા સાથે મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખ સહીતનાઓ દિલ્લી દોડી ગયા છે





