તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, તાલુકાઆંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર તલાટી , નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર વગેરે અધિકારી/કર્મચારીને E Olakh પોર્ટલ માથી CRS પોર્ટલમા સ્વીચ ઓવર કરવા અંગેની જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની ટી ઓ ટી તાલીમ આપવામાં આવી. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ મોરબી મહાનગરપાલીકાના ડો.રાહુલ કોટડીયા હાજર રહી અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ જન્મ મરણ મોરબી માવજીભાઈ પરમાર દ્રારા CRS પોર્ટલ અંગેની સવિસ્તાર જન્મ મરણ ની એંટ્રી કરવાની જાણકારી આપેલ હતી.




