મોરબીમાં આકાશી વીજળીથી અવસાન પામેલ મૃતકના પત્નીને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ૪ લાખની સહાય અર્પણ કરાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં તાજેતરમાં આકાશી વીજળી પડવાથી અવસાન પામેલા મુકેશભાઈના વારસદારને સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ચાર લાખની સહાય આપવામાં આવી છે.

તાજેતરમાં મોરબી તાલુકાના સોખડા ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સોખડા ગામના મુકેશભાઈ નરભેરમ સુરેલાનું દુઃખદ અવસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન હેઠળ તેમના વારસદારને સહાયરૂપ બનવાના ભાગરૂપે મુકેશભાઈ સુરેલાના પત્ની ચંદ્રિકાબેન મુકેશભાઈ સુરેલાને મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પીઠાભાઈ ડાંગર દ્વારા રૂ. ૪ લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW