મોરબીમાં હરીગુણ ટાઉનશીપની બાજુમાં મહેન્દ્રનગરમાથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં હરીગુણ ટાઉનશીપની બાજુમાં મહેન્દ્રનગરમાથી આરોપી મીતુલભાઈ નવનીતભાઈ ભડાણીયા (ઉ.વ.૨૯) રહે. પ્રભુકૃપા ટાઉનશિપ સતનામ સાઇટસ,૬૦૨, મહેન્દ્રનગર મોરબી -૨ વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૧૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.