મોરબી સીરામીક એસોસિયેશનનો ખુલાસો મજુરોને ગોંધી રાખવાની વાત તદ્દન પાયાવિહોણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : મયંક દેવમુરારી)

ઝારખંડના ૧૩ શ્રમિકોને મોરબીની એજીલિસ કંપનીમાં ગાંધી રાખ્યા નો મામલો

ઝારખંડ સીએમ x પર ઝારખંડના મજુરોને મોરબી સીરામીકમાં ગોંધી રાખ્યાનુ ટ્વીટ પોસ્ટ કરીને તપાસ ના આદેશ આપતા તંત્ર દોડતું થયા બાદ ખોદયો ડુંગર નિકળ્યો ઉંદર જેવો ઘાટ એક માસના પગાર વિલંબથી મજુરોએ ગામ ગાંડું કર્યું

ઝારખંડ મુકતિ મોરચાના નેતા કુણાલ સારંગી દ્વારા x પર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ને ટેગ કર્યા હતા અને મદદ કરવા અપીલ કરી હતી જે પોસ્ટને મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા રિપોર્ટ કરી સિંગભૂમ જિલ્લાના ડેપ્યુટી કમિશનરને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો હતો

મોરબી સિરામિક એસોસિયન દ્વારા ખુલાસો કરાયો હતો જે બાદ સર્વે એ રાહત નો શ્વાસ લીધો હતો મોરબી સીરામીક ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે અને લાખો શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી કરોડો નો ટેક્સ ભરતા ઉદ્યોગમાં શું 15 દિવસ કે એક માસના પૈસા માટે આ કૃત્ય કરે ખરા? હર હંમેશ મજૂરોના હિતમાં નિર્ણય કરનારા એસોસિએસન શ્રમજીવી પરિવારને વાર તહેવાર હોય કે ઉજવણીમાં સહભાગી બને છે ત્યારે સીરામીક એકમમાં ગોંધી રાખવાનો મામલો તદ્દન પાયા વિહોણો ખોટો હોવાનો સામે આવ્યું હતું સિરામિક એસોસિએશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો જે સીરામીક ને બદનામ કરવાનો કારસો અને સીરામીક નું મોરલ તોડવાનું જણાવ્યું હતું

સમગ્ર ઘટના બાદ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવતાં , જાણવા મળેલ હતું કે ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન છે.

હકીકતમાં, કોન્ટ્રાક્ટર કોઈ કારણસર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસના પગારના ચૂકવણીમાં વિલંબ થયો હતો.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવા ની ઘટના આજ દિવસ સુધી બની નથી. સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી. વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. આ જ કારણસર મોરબીનો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે.અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW