મોરબી મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં શૌચાલયોની સફાઈ તેમજ સુવિધાઓ અંગે ઇન્સ્પેકશન હાથ ધરાયુ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ શાળાઓમાં શૌચાલયોની સફાઈ તેમજ સુવિધાઓ અંગે ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે, મહાનગરપાલિકા દ્વારા નવયુગ સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ તથા સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં શૌચાલયોનું ઇન્સ્પેકશન કરવામાં આવેલ. શાળાના શૌચાલયોની સ્વચ્છતા તથા હાઈજિનની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થીઓમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન તથા વર્ગીકરણ માટે જાગૃતિ આવે તે હેતુથી દરેક શાળામાં ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવેલ.

વધુમાં જણાવ્યુ હતું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને આરોગ્યને પ્રાથમિકતા આપતા, આગામી દિવસોમાં શહેરની અન્ય શાળાઓમાં પણ આવી જ રીતે શૌચાલયોની તપાસ તથા સ્વચ્છતા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW