“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે રૂ.૧,૭૮,૮૦૦/- ની કિમતના કુલ-૧૨ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન તથા ચોરાયેલ રોકડ રકમ રૂ.૨,૪૪,૦૦૦/-શોધી કાઢી અરજદારોને પરત આપતી વાંકાનેર સીટી
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પો.સ્ટે.ના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી.પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ/રોકડ રકમ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ.જગદીશભાઇ રમેશભાઇ રંગપરા નાઓએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના કુલ-૧૨ જેટલા આશરે ૧૭૮૮૦૦/- ની કિંમતના મોબાઇલો તથા ચોરાયેલ રોકડ રૂપિયા કુલ રૂ.૨,૪૪,૦૦૦/- શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કરેલ છે




