Saturday, March 7, 2026

મોરબી લાતીપ્લોટમાં ઓફીસમાં ધમધમતા જુગારધામ ઉપર એ ડીવીઝન પોલીસ ત્રાટકી ૧૦.૩૮ લાખના મુદ્દામાલ સાથે એક ડઝન જુગારીયાઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

શિયાળાની જામી ગયેલી બાજી એ ડીવીઝન પોલીસે વીખી નાખી એક ડઝન જુગારીયાઓ લાખોની મત્તા સાથે ઝડપાતા ખળભળાટ

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર રહે. મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી પ્લેટીનિયમ હાઇટસ ૬૦૧ વાળા લાતીપ્લોટ શેરીનં.૧/૨ વચ્ચે આવેલ પોતાની ઓફીસમા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવેછે. જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ૧૨ (બાર) ઇસમો પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર (ઉ.વ.૬૦) રહે.મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી પ્લેટીનિયમ હાઇટસ ૬૦૧, ભાવેશભાઇ જેરામભાઇ અઘારા (ઉ.વ.૩૯) રહે.સરવડ ઉમીયાનગર તા. માળીયા (મી), સંજયભાઇ લક્ષ્મીદાસભાઇ રોજીવાડીયા (ઉવ.૫૨) રહે. મોરબી રવાપર એસ.પી.રોડ ફલોરા-ડી બ્લોકનં.૮૦૧, દીલીપભાઇ રણછોડભાઇ દેત્રોજા (ઉ.વ.૪૫) મોરબી રવાપર રોડ તળાવની બાજુમા મુળરહે.નીચીમાંડલ તા.મોરબી, ફારૂકભાઇ દાઉદભાઇ સલેમાનભાઇ ચાનીયા (ઉ.વ.૫૩) રહે.લુવાણાપરા શેરીનં.૧ દાણાપીઠ મોરબી, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ રામસિંહ જાડેજા (ઉ.વ.૬૬) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ શનીદેવ મંદીર પાસે ત્રણ માળીયામા મુળરહે.સજનપર (ઘુનડા) તા.ટંકારા, અમીતભાઇ ગુણવંતભાઇ તુલસીભાઇ ગૌસ્વામી (ઉ.વ.૪૦) રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ સુપરમાર્કેટ પાછળ ચાણકયુપુરી ’’ ઓમ ટાવર’’ ફલેટ નં.૬૦૧ મુળરહે.ઉટબેટ શામપર તા.મોરબી, અકબરભાઇ જુસબભાઇ કટીયા (ઉ.વ.૩૯) રહે.મોરબી જુના બસસ્ટેન્ડ ઇદ મસ્જીદ પાછળ શેરીનં.૨, સુભાનભાઇ ઇકબાલભાઇ જેડા (ઉ.વ.૩૭) રહે.મોરબી ખ્વાજા પેલેસ વાળી શેરી જોન્શનગર, જુસબભાઇ ગુલમામદભાઇ મોવર (ઉ.વ.૪૦) રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ ઇદ મસ્જીદ પાસે મોરબ, પ્રાણજીવનભાઇ સવજીભાઇ સંઘાણી (ઉ.વ.૬૩) રહે.મોરબી કેનાલ રોડ રાધાક્રિષ્ના સોસાયટી મુળ રહે.વવાણીયા તા. માળીયા(મી) ભરતભાઇ તળશીભાઇ સાંદેશા (ઉ.વ.૩૫) રહે.મોરબી મોટી માધાણી શેરી રૂદ્ર ફલેટ નં.૨૦૩ મુળ રહે.રાધનપુર ઠાકોરવાસ પ્રભાત ટોકીઝ પાસે જી. પાટણવાળાને પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.૨,૦,૮૨૦૦/- તથા મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ.૧,૮૦૦૦૦/- તથા એક કાર તથા ત્રણ બાઇક કિ.રૂ.૬,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦, ૩૮,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.મા ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ.૪-૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW