મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું જેમાં અત: થી ઇતિ સુધીની તમામ જવાબદારી બહેનો દ્વારા સુચારુ રૂપે નિભાવવામાં આવી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ *રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ* ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે,સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો તેમજ શિક્ષક હિતના કામો થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, આપણી સંસ્કૃતિ *યત્ર પૂજયતે નારી,તત્ર રમન્તે દેવતા:* માં માનનારી સંસ્કૃતિ છે તેમજ પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં માતૃશક્તિએ પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે પોતાનું સ્થાન જમાવ્યું છે,ત્યારે સંગઠનમાં માતૃશક્તિની સહયોગીતા વધે એવા શુભાષય સાથે મોરબી જિલ્લા કક્ષાના *માતૃશક્તિ સંમેલન* નું ભવ્યાતિભવ્ય આયોજન શિશુ મંદિર ખાતે કરેલ હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત પધારેલ માતૃશક્તિ શિશુમંદિર મોરબી જિલ્લાના પ્રાધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા, મોરબી સુરેન્દ્રનગર વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા, મોરબી જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ વીણાબેન દેસાઈ તેમજ મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું. સરસ્વતી વંદના વાંકાનેર તાલુકાના શિક્ષિકા બહેનો ક્રિષ્નાબેન કાસુન્દ્રા અને સ્વાતિ બેન રાવલ દ્વારા કરવામાં આવી. પધારેલ મહાનુભવોનું સ્વાગત માળિયા તાલુકા ના મહિલા અધ્યક્ષ માયાબેન ડાંગર અને વાંકાનેર તાલુકા મહિલા ઉપાધ્યક્ષ હર્ષાબેન વૈષ્ણવ એ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રજ્ઞાબેન ફુલતારીયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું એમ મોરબી જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે