Saturday, March 7, 2026

મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતી

મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ તકે ધારાસભ્યઓ દ્વારા માર્ગ, વીજળી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેનું તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને કલેકટરએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટર એ ઉપસ્થિત અધિકારીઓને તમામ સરકારી કચેરી – મકાનોનો રેકોર્ડ રજૂ કરવા, કચેરીઓમાં વિજળી બચાવવા, પ્રાકૃતિક કૃષિને મહત્વ આપવા, અધિકારીઓ – કર્મચારીઑએ કચેરીમાં આવતા અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા, કચેરીમાં નિયમિતતા જાળવવા જણાવ્યું હતું.

અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચરે ઉપસ્થિતોનું સ્વાગત અને બેઠકનું સંચાલન કર્યું હતું. આ બેઠકમાં મેડિકલ કોલેજ વિશે કચેરી ડિન નીરજકુમાર બીશ્વાસ વિશ્વાસદ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW