સરવડ ગામે પાટીદાર સમાજ ના ઘડીયા લગ્ન લેવાયા
મોરબી જીલ્લા ના માળીય( મી) તાલુકા ના સરવડ ગામે પટેલ સમાજવાડી મા લાલપર નિવાસી સ્વ નરભેરામભાઇ વાસદડીયા ની સુપુત્રી ચિ. સિમા તથા સરવડ નિવાસી ધનશ્યામભાઇ વિલપરા ના સુપુત્ર ચિ.દિપ ની સગાઇ તથા શ્રીફળ વિધિ પ્રસંગ મા ઉપસ્થિત વડીલો અને ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ ના ઉપ પ્રમુખ મણીલાલ સરડવા , સહ મંત્રી મગનભાઇ અઘારા,કારોબારી સભ્ય ઠાકરશીભાઇ કલોલા , નિવૃત તલાટી મંત્રી હરજીભાઇ દેકાવડીયા, રાજકીય આગેવાન અરવિંદ ભાઇ વાસદડીયા એ સમાજ મા ધામધૂમ વાળા લગ્ન મા સમય, શકિત, ધન નો વ્યવ બચાવવા ઘડીયા લગ્ન ની પ્રેરણા આપતા તમામે એ વાત ને વધાવી પુર્ણ વિધિ સાથે વધુ એક ધડીયા લગ્ન લેવાયા
સમુહ લગ્ન સમિતિ ના આગેવાનો એ રામ ચરિત માનસ અને ભગવત ગીતા પુસ્તક ભેંટ આપી નવ દંપતિ ને આશીર્વચન પાઠવ્યા