ખાખરેચીમાં દીકરી પ્રિયાંશીબેન મેવાડાના કરકમળે ધ્વજવંદન સાથે 77મા પ્રજાસત્તાક પર્વની ગૌરવમય ઉજવણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા અને મિશ્ર પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજનથી 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને અર્થસભર ઉજવણી કરવામાં આવી. આ વર્ષે “દીકરીના પ્રણામ – દેશને નામ” થીમ હેઠળ ગામની ઉચ્ચ શિક્ષિત દીકરી પ્રિયાંશીબેન મેવાડાને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા અને તેમના કરકમળે પરેડ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ અવસરે ગામના સરપંચ વનિતાબેન દિનેશભાઈ પારજીયા દ્વારા પ્રિયાંશીબેનને સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ પારજીયા ઉપસ્થિત રહ્યા. સાથે જ ઉપસરપંચ મેહુલભાઈ મેવાડા, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ મુનાભાઈ પરમાર, ભાવેશભાઈ લાંઘણોજા, પિયુષભાઈ વિઠલાપરા તથા સામાજિક આગેવાન મનુભાઈ મેવાડા સહિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઈ ભોરણીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કરી સ્વતંત્રતા સેનાનીઓ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના બલિદાનને સ્મરી શ્રદ્ધાંજલિ અર્પી. સાથે જ ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના આધારે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પ લેવાનો સંદેશ આપ્યો.

કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નાટકો, પિરામિડ અને “રાષ્ટ્રના વિકાસમાં નારી શક્તિ” વિષયક વક્તવ્યો રજૂ કરીને સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ગુંજાવી દીધું. મહેમાનો અને ગ્રામજનોએ બાળકોને રોકડ ઇનામ આપી ઉત્સાહવર્ધન કર્યું.

વર્ષ દરમિયાન યોજાયેલી વક્તૃત્વ, રમતગમત, મહેંદી અને શિક્ષક દિન જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સરપંચ વનિતાબેન દિનેશભાઈ પારજીયાના સૌજન્યથી લંચ બોક્સ અને પાઉચ ભેટરૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન હાઈસ્કૂલના શિક્ષક જાહિદભાઈ ચૌધરીએ કર્યું. અંતે મિશ્ર પ્રાથમિક શાળાના આચાર્ય મિલનભાઈ કાવરે વાલીઓને બાળકોના અભ્યાસમાં સહકાર આપવા અપીલ કરી અને ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો તથા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW