Saturday, March 7, 2026

મોરબી શહેરના અનેક વિસ્તારોમાં આવતી કાલે 6 કલાક વીજ પુરવઠો બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement

PGVCL મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતી કાલે તા. ૧૮-૦૨-૨૦૨૬, બુધવારે સવારે ૦૮:૦૦ વાગ્યાથી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી ૬૬ કે.વી. મોરબી-બી (શનાળા) સબ સ્ટેશન ખાતે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અસ્થાયી રીતે બંધ રહેશે.

મોરબી-B સબ સ્ટેશન હેઠળ આવતા ૧૧ કેવી ગૌશાળા, મધુરમ, કાલિકા પ્લોટ, અવધ, ટેલીકોમ તેમજ ન્યુ બસ સ્ટેન્ડ રોડ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.

🔹 પ્રભાવિત વિસ્તારોમાં શામેલ:
શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય વિસ્તાર, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્ક (અમી એવન્યુ), વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તાર, તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર, સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરી વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, તિરૂપતિ સોસાયટી, કર્મયોગી સોસાયટી, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, કેનાલ રોડ, રવાપર રોડ, વસંત પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧-૨-૩, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, ઓમ શાંતિ વિદ્યાલય વિસ્તાર, સરદારબાગ વિસ્તાર, એપલ હોસ્પિટલ આસપાસ, ટેલીફોન એક્સચેન્જ વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, કૃષ્ણા હોસ્પિટલ, હાઉસિંગ બોર્ડ (શનાળા રોડ), જીઆઇડીસી વિસ્તાર, ચિત્રકૂટ, સારસ્વત, સુપર માર્કેટ, વ્રુન્દાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૧૫, શ્યામ પાર્ક, અમૃતનગર, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલ વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વિસ્તાર, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સમારકામ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે તે અંગે પૂર્વ તૈયારી રાખવી તેમજ જરૂરી વીજ ઉપકરણો સુરક્ષિત રાખવા વિનંતી છે.

વધુ માહિતી માટે નજીકના PGVCL કચેરીનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW