Saturday, March 7, 2026

ટીંબડી ગામે બાળકની બાબતે બબાલ: મહિલાને લાકડીથી માર, ચાર સામે ગુનો નોંધાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ટીંબડી ગામે બાળકની બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની જતા મહિલાને લાકડી વડે માર મારવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પાયલબેન જીગ્નેશભાઈ સાધુએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બાળકની બાબતે થયેલી બોલાચાલી બાદ સંતોષભાઈ પાંડે, રાણીબેન સંતોષભાઈ પાંડે, નિકીબેન સંતોષભાઈ પાંડે અને એન્ઝલબેન સંતોષભાઈ પાંડે (રહે. શ્રી હરિ સોસાયટી, ટીંબડી)એ એકજૂટ થઈ લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી.

ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW