Thursday, March 19, 2026

માળીયામિંયાણા પંથકમાં માવઠાની રોયલ એન્ટ્રી ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડું ફૂંકાયું

Advertisement
Advertisement
Advertisement

વેજલપર ખાખરેચી વેણાસર વિસ્તારમાં મીની વાવાઝોડું ફૂંકાયું વિજળીના કડાકા ભડાકા સાથે છાંટા ઊભા ઘઉંનો સોથ બોલી જવાની ભિતિ

માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં અડધી રાત્રે આગાહીની અસર વર્તાઈ હોય તેમ માવઠાની તોફાની પવન સાથે એન્ટ્રી થતા દોડધામ મચી ગઈ હતી વિજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે માવઠાની તોફાની એન્ટ્રીથી હડકંપ મચી ગયો હતો અચાનક આવેલ વાતાવરણમાં પલટો અને ત્યારબાદ મીની વાવાઝોડું ફૂંકાતા ભરનિદ્રા માણી રહેલા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને કોઈ છત ઉપર તો કોઈનો માલ સામાન જણસી બહાર પડેલ હોવાથી ઢાંકવા લેવા રીતસરની દોડધામ મચી ગઇ હતી સુસવાટા મારતા તોફાની પવનના કારણે મીની વાવાઝોડું ફૂંકાતા વેજલપર ખાખરેચી વેણાસર કુંભારીયા સુલતાનપુર વિસ્તારમાં મીની વાવાઝોડું ફૂંકાયુ હતું જેના કારણે ખેડૂતોની માથે માવઠું મુસિબત બની ત્રાટક્યું હોય તેમ ચિંતા વ્યાપી ગઈ છે હાલ ઘઉં જીરા જેવા પાકોની સિઝન ટાણે જ માવઠાની એન્ટ્રી થતા ખેડૂતો માથે આકાશેથી અચાનક આફત આવી જેવો તાલ સર્જાયો છે અને માવઠાની માઠી અસર તોફાની પવનથી ઉભા ઘઉંનો સોથ બોલી જવાની ભિતિ સર્જાઈ છે કેમ કે તોફાની પવન ફૂંકાતા ઘઉં આડા પડી જવાથી ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ જાય તેવી સ્થિતિનુ નિર્માણ થયું છે અત્રે ઉલ્લેખનીય છેકે તા.૧૯થી માવઠાની આગાહીની અસર સમગ્ર મોરબી જિલ્લામાં વર્તાઈ હોય તેમ માળીયા ટંકારા હળવદ મોરબી સુધી તોફાની પવન સાથે છાંટા તો અમુક જગ્યાએ ઝાપટા પડયાના વાવડ મળ્યા છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW