મોરબી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન થવા જય રહ્યું છે. જેમાં સમાજની દીકરી, ગંગા સ્વરૂપ બહેનોની દીકરી અથવા કોરોના કાળમાં માતા-પિતા ગુમાવેલ દિકરીઓના સમુહ લગ્ન થશે. તો ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે પરિવારની 5 દિકરીઓ તથા સમૂહલગ્નમાં કરિયવારની વસ્તુઓ આપવા માંગતા હોય તેમણે મો.95860 52226 પર સંર્પક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમૂહલગ્નમાં સોના-ચાંદીના દાગીના સાથે 70થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટરૂપે આવશે. તો દાતાઓ તન મન ધનથી આ કાર્યમાં સહકાર આપવા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.