મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર મોરબી મહાનગરપાલિકા ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગભાઈ વસાવડા અને સહપ્રભારી દિપેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ ૮૨ ઈચ્છુક ઉમેદવારો આ પ્રક્રિયામાં જોડાયા હતા.
સેન્સ દરમિયાન તમામ ઉમેદવારોની વ્યક્તિગત રીતે રજૂઆતો સાંભળવામાં આવી હતી અને તેમની ક્ષમતા, લોકપ્રિયતા તથા પક્ષ પ્રત્યેની વફાદારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી નોંધ લેવામાં આવી હતી.
આગામી સમયમાં પક્ષ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી મોરબી મહાનગરપાલિકા ચૂંટણી માટે ટિકિટ જાહેર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.





